Toronto District School Board
Toronto District School Board

Newcomer

નવા આવનારાઓ

કૅનેડામાં સ્વાગત છે! ટી.ડી.એસ.બી. એક વૈવિધ્યસભર મંડળ છે અને અમે — પ્રત્યેક વર્ષે અમારી શાળાઓમાં — અગણિત નવા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ — તમામ વયજૂથનાં.

પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવતી વખતે અન્ય વૈવિધ્યસભર સંસ્કૃતિઓ વિશે જાણી શકશે, નવા પરિપ્રેક્ષ્યો પ્રાપ્ત કરી શકશે અને નવા મિત્રોને મળી શકશે. અમે અનેક મેન્ટોરશિપ (વિશ્વસનીય સલાહકારી) કાર્યક્રમો રજૂ કરીએ છીએ અને અમારો કર્મચારી-વર્ગ હંમેશાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે તત્પર રહેતો હોય છે.

પુખ્તવયનાંઓ માટે, અમે પચીસથી પણ વધુ ભાષાઓમાં ભાષાંતર સેવાઓ, રોજગાર સેવાઓ અને કારકિર્દી આયોજન, કૌશલ્ય વિકાસ, શીખનાર ઉમેદવારની તાલીમ, ભાષાકીય સૂચના અને વિશેષિત ભાષાકીય તાલીમ રજૂ કરીએ છીએ. 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL