Toronto District School Board
Toronto District School Board

Governance/Trustees

શાસન / ટ્રસ્ટીઓ

ટૉરૉન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (TDSB) પર, બાળકોની ભણતર પ્રાપ્તિ અને સુખાકારી માટે સમગ્ર ટૉરૉન્ટોમાંથી કુલ 22 ટ્રસ્ટીઓ ચૂંટાય છે. મા–બાપ/વાલીઓ અને કૉમ્યુનિટીઝ સાથે કામ કરી, ટૉરૉન્ટોની સોશિયલ કૉમ્યુનિટીઝ અને TDSBની વચ્ચે ટ્રસ્ટીઓ અગત્યની કડી બની રહે છે અને તેઓ મોટી સમસ્યાઓ અને ચિંતાઓ બોર્ડ સમક્ષ લાવી, ચર્ચા–વિચારણા કરી નિર્ણય લેવડાવવામાં મદદ કરે છે.

TDSBના ટ્રસ્ટીઓની ભૂમિકામાં સમાવિષ્ટ છેઃ

  • TDSBના અંદાજપત્રને બહાલી આપવી;
  • બધા જ વિદ્યાર્થીઓ માટે એકસરખું શિક્ષણ મળે તે માટેનાં નીતિ–નિયમો તથા કાર્યપ્રણાલીઓને વેગ આપે;
  • વિદ્યાર્થીઓને શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા મળે તેની ચોકસાઈ રાખે; અને
  • પ્રાન્તિક સરકારની સાથે કામ કરવું, જેથી કરીને બોર્ડ તેના કાયદાકીય અને આર્થિક બંધનકારક કરારો સંતોષી શકવાની ખાતરી કરી શકે

તમારા સ્થાનિક ટ્રસ્ટી વિશે વધુ જાણવા તમે તેઓની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અથવા તેઓને 416-395-8787 પર કૉલ કરી શકો છો.

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL