Toronto District School Board
Toronto District School Board

About The Program

ટી.ડી.એસ.બી. સ્થિત

કિન્ડરગાર્ટન

કાર્યક્રમ વિશે

શાળા શરૂ કરવી (કે થવી) એ તમારા બાળકનાં જીવનનો એક આકર્ષક સમય છે. ટી.ડી.એસ.બી. સ્થિત, તમારા બાળકને શીખવાની, નવા કૌશલો નિર્માણ કરવાની અને નવા મિત્રો બનાવવાની અનેક તકો પ્રાપ્ત થશે.

અમારો પૂર્ણ-દિવસીય કિન્ડરગાર્ટન કાર્યક્રમ એક એવા સમૃદ્ધ અને સુરક્ષિત શીખવા માટેનાં વાતાવરણને પૂરો પાડે છે કે જેને પ્રત્યેક બાળકને શક્ય તેટલી સર્વોત્તમ શરૂઆત કરવા માટે યોજિત કરવામાં આવ્યું છે. અમે આ છ મહત્ત્વપૂર્ણ શીખવાનાં ક્ષેત્રોમાં તકોને ટેકો આપવા કાજે પૂછપરછ અનેરમત-આધારિત શીખવાની તકનિકો પર નિર્માણ કરીએ છીએઃ ભાષા
, ગણિત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, વ્યક્તિગત અને સામાજિક વિકાસ, સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિ, અને કલા.

ભાષા
બાળકો આ(મ) કરશેઃ

  • મૂળ અક્ષરજ્ઞાન કૌશલ્યોને વિકસાવશે;
  • વાતચીત, ચિત્રકામ, રંગકામ અને લેખન વડે વિચારોમાં સહભાગી બનશે; અને,
  • સ્વતંત્ર રીતે વાંચતા શીખશે.

ગણિત
બાળકો આ(મ) કરશેઃ

  • ગણતરી, માપ, ગોઠવણી અને વર્ગીકરણ શીખશે;
  • રચનાઓને ઓળખીને સર્જવામાં વિશ્લેષણાત્મક કૌશલ્યોનું નિર્માણ કરશે; અને,
  • સમસ્યા ઉકેલનારા કૌશલો વિકસાવશે, કલ્પનાઓમાં સહભાગી બનશે અને અવલોકનોની ચર્ચા કરશે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી
બાળકો આ(મ) કરશેઃ

  • શોધખોળ અને નિર્માણ વડે એ શોધ કરી શકશે કે કેવી રીતે ટેકનોલૉજી (પ્રૌધોગિક વિજ્ઞાન) આપણને આપણી દુનિયામાં મદદ કરે છે;
  • પૂછપરછની કુશળતાઓ (પૂછપરછ કરવી, આયોજન કરવું, અવલોકન કરવું અને વાતચીત કરવી)નો ઉપયોગ કરવા વડે પ્રયોગો હાથ ધરશે; અને,
  • પ્રાકૃતિક જગત માટેની શોધખોળ કરીને સંભાળ લેશે.

વ્યક્તિગત અને સામાજિક વિકાસ
બાળકો આ(મ) કરશેઃ

  • પોતાનાં મિત્રો (સાથીદારો) અને પુખ્તવયનાંઓ સાથે સફળતાપૂર્વક ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે જરૂરી કૌશલોને તેઓ વિકસાવશે;
  • અન્યોની ભાવનાઓને ઓળખીને તેનો જવાબ આપશે; અને,
  • વ્યક્તિગત મતભેદોને સન્માન્વાનું અને કદર કરવાનું શીખશે.

 સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિ
બાળકો આ(મ) કરશેઃ

  • એવી રોજબરોજની પ્રવૃત્તિઓમાં સહભાગ લેશે કે જેમાં શક્તિ, સમન્વય, સમતોલન અને
  • આરોગ્યપ્રદ નિયમિતતાઓનું નિર્માણ થતું હોય; અને,
  • સ્વાસ્થ્યપ્રદ ખોરાકનાં વિકલ્પો અને સક્રિય રહેવાનાં મહત્ત્વ વિશે ચર્ચા કરશે.

કલા
બાળકો આ(મ) કરશેઃ

  • દૃશ્ય કલાઓ, સંગીત, નાટક અને નૃત્ય વડે સર્જનાત્મકતા અને કલ્પના અભિવ્યક્ત કરશે; વિવિધ કલાનાં રૂપો વિશે વિચારો અને મતો આપવામાં સહભાગી બનશે; અને,
  • વિશ્વભરમાંથી વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણશે (કે શીખશે), કે જેમાં તેઓની ખુદની સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે.

રમત-આધારિત શિક્ષણ
રમત અને પૂછપરછ વડે શીખવાથી બાળકનો પ્રારંભિક વિકાસ વૃદ્ધિ પામે છે — વિશેષ કરીને સમસ્યા ઉકેલનારા કૌશલ્યોને વિકસાવવાનાં ક્ષેત્રોમાં, ઉચ્ચ સ્તરીય વિચારોમાં, સર્જનશીલતામાં અને સામાજિક કુશળતાઓને વિકસાવવામાં. અમારા શિક્ષકો એવાં-એવાં શીખવાનાં અનુભવોનું આયોજન કરે છે કે જેમાં બાળકો કાર્ય કરવામાં અને વિચારવામાં સક્રિય રીતે સહભાગ લે છે.

ટી.ડી.એસ.બી. સ્થિત કિન્ડરગાર્ટન વિશે વધુ જાણવા માટે, કે જેમાં અર્લી ફ્રેન્ચ ઈમર્સન પ્રોગ્રૅમનો સમાવેશ થાય છે, કૃપા કરીને tdsb.on.ca/kindergartenની મુલાકાત લો.

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL