Toronto District School Board
Toronto District School Board

Special Education

વિશેષ શિક્ષણ

વિશેષ શિક્ષણ કાર્યક્રમ નિર્માણ તમામ વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ સમર્થ પ્રચ્છન્નશક્તિ સુધી પહોંચવા દેવામાં સહાયરૂપ બને છે. અમારી શાળાઓ વિદ્યાર્થીઓ અને તેમનાં પરિવારો માટે વ્યાપક પ્રમાણમાં પ્રોત્સાહન અને સેવાઓ રજૂ કરે છે.

 અમે એ બાબતની ખાતરી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ કેઃ

  • અસાધારણ બુદ્ધિચમત્કૃતિઓ ધરાવનારા તમામ વિદ્યાર્થીઓનું અમારી શાળામાં સ્વાગત છે, સમાવેશીકરણ છે અને પ્રોત્સાહન છે
  • ટી.ડી.એસ.બી.ના સમગ્ર સ્થળોએ અદ્વિતીય સામર્થ્યો અને જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ માટે સઘન કાર્યક્રમો અને પ્રોત્સાહનો ઉપલબ્ધ છે
  • કર્મચારી-વર્ગ, મા-બાપો અને વિદ્યાર્થીઓ વચ્ચે અસરકારક સહયોગ અને સમસ્યાના નિરાકરણ માટે અગ્રેસર રહેશે.
  • જ્યાં પણ શક્ય હોય ત્યાં અમારી સવલતો વિદ્યાર્થીઓને, પરિવારોને, કર્મચારી-વર્ગને અને સમુદાયને સંપૂર્ણપણે પ્રવેશ-સુલભ રહેશે
  • સંશોધન અને અસરકારક પ્રણાલી વિદ્યાર્થીઓનું વધુ સારી રીતે ધ્યાન રાખવાના અમારા પ્રયાસોમાં અમને માર્ગદર્શન પૂરું પાડે છે

વિશેષ શિક્ષણનો અહેવાલ

એ બાબતની ખાતરી રાખવા કે અમે વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષીએ છીએ, પ્રતિ વર્ષ અમે અમારા વિશેષ શિક્ષણના અહેવાલની સમીક્ષા કરીને તેને અદ્યતનિત બનાવીએ છીએ. આ પ્રક્રિયા અમને પ્રવર્તમાન પ્રણાલીઓની સમીક્ષા કરવા દેવાની સાથોસાથ સમુદાયના પ્રોત્સાહનો સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારીઓનું પણ નિર્માણ થવા દે છે.

વિશેષ શિક્ષણ બાબતે મા-બાપની માર્ગદર્શિકા

વિશેષ શિક્ષણ બાબતે મા-બાપની માર્ગદર્શિકા તમને સ્પેશિયલ એજ્યુકેશન પ્રોગ્રામ રેકમેન્ડેશન કમિટી (SEPRC) પ્રક્રિયા, આઈડેન્ટિફિકેશન, પ્લેસમેન્ટ અને રિવ્યૂ કમિટી (IPRC) પ્રક્રિયા વિશેની માહિતી પૂરી પાડવા માટે તેમજ જે વિદ્યાર્થી અસાધારણ બુદ્ધિચમત્કૃતિ ધરાવનારો છે તેને ઓળખીને નિયુક્ત કરવા માટેની કાર્યરીતિઓને સુયોજિત કરવા માટે યોજનાબદ્ધ કરેલી છે.  

 

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL