Toronto District School Board
Toronto District School Board

Parent And Community Engagement

મા-બાપ/પરિવાર અને સમુદાયની સંલગ્નતા

અમારી શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ સફળતા પામે એ બાબતને સુનિશ્ચિત કરવા માટે મા-બાપ અને સમુદાયના સભ્યો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંશોધનથી એ બાબત પૂરવાર થઈ છે કે જ્યારે શાળાઓ, પરિવારો અને સમુદાયો ભણતરના પ્રોત્સાહન માટે સાથે મળીને કામ કરે, ત્યારે બાળકો શાળામાં વધુ સારું કરવાનું વલણ ધરાવે છે, શાળામાં લાંબો વખત રહે છે અને શાળાને વધુ પસંદ કરવા લાગે છે.

એવા અનેકવિધ માર્ગો છે કે જેમાં તમે સામેલ થઈને તમારી શાળાનાં સમુદાયમાં ફાળો આપી શકો છો; જેમાં તમારી સ્થાનિક શાળામાં સ્વયંસેવક બનવાથી લઈને શાળાકીય પરિષદોમાં અથવા મંડળની સલાહકારી સમિતિઓમાં સહભાગ લેવાનો સમાવેશ થાય છે. તમે પ્રભાવ પાડી શકો છો તેમજ લોકોના ધ્યાનમાં આવે અને નોંધ લેવાય તેવી રીતે તમારી ભાવનાઓ, મતો, વગેરેને અભિવ્યકત કરી શકો છો.

તમે કેવી રીતે સામેલ થઈ શકો છો એ વધુ જાણવા માટે, તમારી સ્થાનિક શાળાનો અથવા મા-બાપ અને સમુદાય સંલગ્ન કાર્યાલયનો સંપર્ક સાધો.

 

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL