Toronto District School Board
Toronto District School Board

Online Code Of Conduct

ઑનલાઈન આચાર-નિયમવાલિ


ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (ટી.ડી.એસ.બી.) કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થા અને સાધનસંપત્તિઓ પૂરી પાડે છે. ઑનલાઈન સાધનસંપત્તિઓમાં એવા તમામ મટીરિયલનો સમાવેશ થાય છે કે જેને કમ્પ્યૂટર અથવા દૂરસંચાર નેટવર્ક વડે જોવાનો માર્ગ પસંદ કરવામાં આવે છે.

ટી.ડી.એસ.બી.ની તમામ નીતિઓ, પ્રક્રિયાઓ, આચરણની આચારસંહિતાઓ અને નિયમો એવી વ્યક્તિઓને લાગુ પડે છે કે જે ટી.ડી.એસ.બી. દ્વારા અથવા વતી પૂરી પાડવામાં આવતી ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થા અને સાધનસંપત્તિઓનો ઉપયોગ કરે છે. ‘‘કોડ ઑફ ઑનલાઈન કન્ડક્ટ’’ (ઑનલાઈન આચાર-નિયમવાલિ) ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થા અને સાધનસંપત્તિઓનાં ઉપયોગ સાથે સંબંધ ધરાવે છે. આ કોડ (આચારસંહિતા)ને તમામ વ્યક્તિઓનાં અધિકારો અને સલામતીનું રક્ષણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

તેમાં સંભવતઃ સવલતો અને માહિતી માટેની સુરક્ષાની ખાતરી બક્ષવા માટે ટી.ડી.એસ.બી. યોગ્ય પગલાંઓ પણ લે છે. સંપૂર્ણ તંત્ર રચના વ્યવસ્થાઓને જોવાના માર્ગ વડે ટી.ડી.એસ.બી. ઑનલાઈન સાધનસંપત્તિઓના ઉપયોગ માટેની દેખરેખ રાખવાનો અબાધિત અધિકાર ધરાવે છે.

1) વ્યક્તિગત સલામતી નિયમો

  • એવી કોઈપણ અજાણી વ્યક્તિઓ હોય જેનો તમને ઑનલાઈન મેળાપ થાય તો તેઓને ક્યારેય તમારી વ્યક્તિગત ઓળખ (જેમ કે તમારું નામ, સરનામું, ફોન નંબર, વય, શારીરિક વર્ણન અથવા શાળા) વિશેની માહિતી છતી કરશો નહીં. તેવી જ રીતે, જાહેર ઑનલાઈન ફોરમ (ગોષ્ઠીમંડલ)માં પણ આવી માહિતીને છતી કરશો નહીં કે જ્યાં તમે એવી પ્રત્યેક વ્યક્તિને સંભવતઃ ઓળખતા હોતા નથી કે જેઓ કદાચ આ માહિતી વિશે જાણવાના છે.
  • અન્ય કોઈ વ્યક્તિ માટે ક્યારેય વ્યક્તિગત માહિતીને ઑનલાઈન છતી કરશો નહીં સિવાય કે તમારી પાસે તેઓની આગોતરી પરવાનગી હોય અને તમને ખબર હોય કે માહિતીનો નુકસાનકારક હેતુઓસર ઉપયોગ કરવામાં નહીં આવે.
  • તમારો અથવા અન્ય કોઈનો ઍક્સેસ કરવા માટેનો પાસવર્ડ ક્યારેય છતો કરશો નહીં.
  • સામેલ થયેલી તમામ વ્યક્તિઓ તેમજ સગીરવયોનાં કિસ્સામાં, તેમનાં મા-બાપ અથવા વાલીઓની અભિવ્યક્ત કરેલ સુમાહિતગારિત પરવાનગી વિના ઈલેક્ટ્રૉનિક નેટવર્ક પરથી ક્યારેય તમારું, અન્ય વ્યક્તિનું અથવા જૂથનું ચિત્ર મોકલશો નહીં.
  • તમે પ્રાપ્ત કરો તેવી કોઈપણ વિનંતી અથવા સંદેશ તમને સંતાપિત કરતો હોય અથવા તો એવું સૂચવતો હોય કે તમારી સાથે વ્યક્તિગત સંપર્ક કરવો છે તો તાત્કલિકપણે શિક્ષકને જાણ કરો.
  • ક્ષેત્રીય પ્રવાસો માટેની નિર્દિષ્ટ તારીખો, સમય અને સ્થળોને એવી વ્યક્તિઓ સમક્ષ ક્યારેય પ્રગટ કરશો નહીં કે જેઓ સીધી રીતે આ પ્રકારની માહિતી માટેના હકદાર નથી અથવા તો જાહેર ગોષ્ઠીમંડલમાં પ્રગટ કરશો નહીં કે જ્યાં અપરિચિત વ્યક્તિઓ કદાચ આ માહિતીને જોવા સુધી પહોંચી શકે છે.

2) અગ્રાહ્ય સાઈટ્સ અને મટીરિયલ્સ

વૈશ્વિક નેટવર્ક પર, જેમ કે, ઇન્ટરનેટ પર, માહિતીનાં અંતર્નિહિત વિષયાર્થનું અસરકારક રીતે નિયંત્રણ રાખવું અશક્ય છે. પ્રસંગોપાત્ત ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થાના વપરાશકારો એવા મટીરિયલનો સામનો કરી શકે છે જે વિવાદાસ્પદ હોય છે અને જેને અન્ય વપરાશકારો, મા-બાપો અથવા કર્મચારીવર્ગ પણ અયોગ્ય અથવા વાંધાજનક ઠેરવી શકે છે. જે-તે વ્યક્તિગત વપરાશકારના શિરે એ જવાબદારી રહે છે કે આવા મટીરિયલને જાણીબૂજીને જોવા માટેનો માર્ગ પસંદ કરે નહીં. જો આવા મટીરિયલને આકસ્મિકપણે જોવાઈ ગયું હોય, તો તે ઘટનાની જાણ તાત્કાલિકપણે શિક્ષક અથવા યોગ્ય સત્તાધિકારને કરે.

એવાં સુરક્ષિત શાળાઓ અને કાર્યસ્થાનોને પૂરા પાડવાં કે જે પ્રત્યેક વ્યક્તિનાં અધિકારોનું સન્માન કરતાં હોય, ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ કૅનેડિયન ચાર્ટર ઑફ રાઈટ્સ ઍન્ડ ફ્રીડમ્સ (અધિકારો અને સ્વાતંત્ર્યો માટેનો કૅનેડાનો સરકારી લેખિત હકપત્ર) તેમજ ઑન્ટેરિઓ હ્યુમન રાઈટ્સ કોડ (ઑન્ટેરિઓનાં માનવ અધિકારો માટેની આચારસંહિતા) અન્વયે જવાબદારીઓ સંતોષવા માટે વચનબદ્ધ છે. ભેદભાવ અને કનડગતને સહન કરાશે નહીં. એવી ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થાનો ઉપયોગ સ્વીકાર્ય નથી કે જેમાં જાણીબૂજીને એવી સાઈટ્સ જોવામાં આવે જે એવા મટીરિયલને ધરાવતી હોય કે જે કાં તો ભેદભાવપૂર્ણ અથવા તો પજવણીરૂપ હોય.

ટી.ડી.એસ.બી.ની ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થાના વપરાશકારો જાણીબૂજીને એવી કોઈપણ માહિતીને જોઈ શકશે નહીં, અપલોડ કરી શકશે નહીં, સંગ્રહ કરી શકશે નહીં, બતાવી શકશે નહીં, વિતરણ કરી શકશે નહીં અથવા પ્રગટ કરી શકશે નહીં કે જેઃ

  • ગેરકાનૂની હોય અથવા તો ગેરકાનૂની કૃત્યોના હિમાયતી હોય અથવા ગેરકાયદે પ્રવૃત્તિને સરળ બનાવી આપતું હોય;
  • કોઈપણ વ્યક્તિને ધમકી આપતું હોય અથવા કોઈ વ્યક્તિને ધાકધમકી દઈને પ્રભાવિત કરતું હોય અથવા અન્ય વ્યક્તિઓ પ્રત્યે હિંસાખોરી, તિરસ્કાર અથવા ભેદભાવ દર્શાવતું હોય;
  • અનુચિત અને/અથવા ગલીચ ભાષા અથવા આચરણનો ઉપયોગ કરતું હોય;
  • અનુચિત ધાર્મિક અથવા રાજકીય ખબરો ધરાવતું હોય;
  • ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડની નીતિઓ, શિક્ષણ મંત્રાલયની નીતિઓ, ઑન્ટેરિઓ હ્યુમન રાઈટ્સ કોડ (ઑન્ટેરિઓનાં માનવ અધિકારો માટેની આચારસંહિતા) અથવા કૅનેડિયન ચાર્ટર ઑફ રાઈટ્સ ઍન્ડ ફ્રીડમ્સ (અધિકારો અને સ્વાતંત્ર્યો માટેનો કૅનેડાનો સરકારી લેખિત હકપત્ર) મુજબ કોઈપણ અન્ય વ્યક્તિનાં અધિકારોનું ઉલ્લંઘન કરે અથવા ભંગ કરતું હોય;
  • જાતિ-વિશિષ્ટ તરીકે, સાંસ્કૃતિક તરીકે અથવા ધાર્મિક રીતે આક્રમક હોય;
  • નિયંત્રિત પદાર્થોનાં ઉપયોગને, ગેરકાનૂની કૃત્યમાં સગભાગિતાને પ્રોત્સાહિત કરતું હોય અથવા તો ગુનાહિત કૃત્યોને ઉશ્કેરવા માટે તંત્ર રચના વ્યવસ્થાનો ઉપયોગ કરતું હોય;
  • બદનક્ષીકારક, નિંદાયુક્ત, અશ્ર્લીલ, ધર્મનિંદાત્મક, કામોત્તેજક અથવા જાતીય રીતે સુસ્પષ્ટ હોય;
  • એવી વ્યક્તિઓની વ્યક્તિગત માહિતી, ચિત્રો અથવા સહીઓ ધરાવતું હોય કે તેમની અભિવ્યક્ત કરેલ સુમાહિતગારિત પરવાનગી વિનાની હોય;
  • એવા જાતીય સતામણીનાં સંદેશાઓની રચના કરતું હોય જે અનુચિત રોમાંચક ગર્ભિત અર્થો ધરાવતું હોય;
  • ઉચિત અધિકૃતિ વિના કોઈપણ ધંધો અથવા વાણિજ્યક સંસ્થા વતી કોઈપણ વપરાશકારોને લાલચ આપતું હોય;
  • બલ્ક (જથ્થો) મેઈલ, જન્ક મેઈલ અથવા ‘‘સ્પૅમિંગ’’નું સમર્થન કરતું હોય;
  • શૃંખલાવાળા પત્રો અથવા અન્ય ઈ-મેઈલ ડેબ્રિ (કચરા)નો પ્રચાર કરતું હોય;
  • મોકલનારની ઓળખને સંતાડવા માટે, છાવરવા માટે અથવા ખોટી રીતે રજૂ કરવા માટેનો પ્રયત્ન કરતું હોય.

3) ઉપયોગમાં લેવા માટેના માર્ગદર્શનો

 ટી.ડી.એસ.બી. ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થાના તમામ વપરાશકારો નીચે મુજબનું કરશેઃ

·         તંત્ર રચના વ્યવસ્થા દ્વારા હસ્તાંતરિત થતા સમય અને વ્યાપનાં સંદર્ભે ઑનલાઈન સેવાઓનાં ઉપયોગને વાજબી મર્યાદાઓ અંતર્ગત રાખો. તમામ વપરાશકારો માટે તંત્ર રચના વ્યવસ્થાનો અતિશય ઉપયોગ સંભવતઃ સેવાઓમાં વિક્ષેપ પહોંચાડી શકે છે (દાખલા તરીકે, મોટા લિખિત પ્રમાણોને સમૂહ મેઈલ દ્વારા મોકલવાં અથવા ટોચની તંત્ર રચના વ્યવસ્થાના વપરાશની મોટી ફાઈલ્સને પ્રસંગોપાત્ત હસ્તાંતરિત કરવી).

·         તંત્ર રચના વ્યવસ્થામાં અથવા તે વિશેની માહિતીમાં કોઈપણ નુકસાની હોય, તો ઉચિત સત્તાધિકારને જાણ કરવી પછી ભલે તે નુકસાન આકસ્મિક રીતે થયું હોય અથવા જાણીબૂજીને કરવામાં આવ્યું હોય.

4) નિષિદ્ધ ઉપયોગીઓ અને પ્રવૃત્તિઓ

ટી.ડી.એસ.બી. ઑનલાઈન તંત્ર રચના વ્યવસ્થાના તમામ વપરાશકારો નીચે મુજબનું નહીં કરેઃ

  • વાઈરસોને અથવા કોઈપણ માધ્યમમાંથી ગેઈમ્સ (રમતગમતો), ફાઈલ્સ, સ્ક્રિપ્ટ્સ (લિપિઓ), ફૉન્ટ્સ અથવા ડાયનૅમિક લિન્ક લાઈબ્રેરિઝ (ડી.એલ.એલ્સ.) જેવા અનુચિત મટીરિયલ્સની કૉપિ કરવી, ડાઉનલોડ કરવાં, ઈન્સ્ટૉલ કરવાં અથવા રન કરવાં. 
  • કોઈપણ કમ્પ્યુટર(રો) અને અથવા સરંજામને નુકસાન પહોંચાડવું કે જેમાં કમ્પ્યુટર હાર્ડવૅર, ફર્નિચર, પ્રોજેક્ટર્સ, કનેક્ટર્સ, કીબૉર્ડ્સ, સંગ્રહ ઉપકરણો (દાખલા તરીકે, ડિસ્ક ડ્રાઈવ્ઝ) અને નિર્દેશ કરનાર ઉપકરણો (દાખલા તરીકે, માઉસ)નો સમાવેશ થતો હોય પરંતુ તેનાં સુધી મર્યાદિત રહેતું ન હોય.
  • અધિકૃતિ વિના કોઈપણ વ્યક્તિની માલિકીની ફાઈલ્સ અથવા માહિતીને નુકસાન પહોંચાડવું અથવા નાબૂદ કરી દેવી.
  • તંત્ર રચના વ્યવસ્થા પર કોઈપણ વ્યક્તિના ઍકાઉન્ટનો ઉપયોગ કરવો.
  • કોઈપણ વપરાશકારને તંત્ર રચના વ્યવસ્થાને જોવા બાબતે વંચિત રાખવાની બાબત — જેમ કે, ઍકાઉન્ટ્સને અક્ષમ બનાવવા દ્વારા અથવા અધિકૃતિ વિના પાસવર્ડ્સ બદલવાની બાબતે.
  • કમ્પ્યુટર કેસ ખોલવું, કમ્પ્યુટર ખસેડવું, કમ્પ્યુટરનાં કેબલ્સ અથવા જોડાણો સાથે ઉચિત અધિકૃતિ વિના ચેડાં કરવાં.
  • કમ્પ્યુટર અથવા નેટવર્ક સાથે અનધિકૃત ઉપકરણો જોડવાં. આવાં ઉપકરણોમાં પોર્ટેબલ કમ્પ્યુટર્સ, ડિસ્ક ડ્રાઈવ્ઝ, પ્રોટોકૉલ વિશ્લેષકો તેમજ અન્ય ઈલેક્ટ્રૉનિક અથવા યાંત્રિક ઉપકરણોનો સમાવેશ થાય છે પરંતુ તેનાં સુધી મર્યાદિત રહેતું નથી. ઉચિત અધિકૃતિ વિના કોઈપણ કમ્પ્યુટર પર, સર્વર પર અથવા અન્ય ઉપકરણ પર કોઈપણ સિસ્ટમ ફાઈલ્સ અથવા સેટિંગ્સને ખસેડવાં, કૉપી લઈ લેવી અથવા સુધારોવધારો કરવો.
  • અન્યોંની માલિકી વિશેની માહિતી, કામ અથવા સોફ્ટવૅરની અનધિકૃત નકલ લેવા દ્વારા, અન્યોંને કમ્પ્યુટર અથવા નેટવર્કનો દુરુપયોગ કરવાનું પ્રોત્સાહન આપવા દ્વારા, અનુચિત મટીરિયલને પ્રદર્શિત, હસ્તાંતરણ અથવા સહભાગી બનાવવા દ્વારા પોતાની જાતને અથવા અન્યોંને સિદ્ધાંતોમાં ફેરફાર કરાવવો. અન્યોંની માલિકીનું હોય તેવા મટીરિયલનું સૉફ્ટવૅર પાઇરેટિંગ (ગ્રંથસ્વામિત્વ નિયમભંગ) અને અનધિકૃત નકલ લેવી એ ચોરી કરી હોવાનું લેખાય છે.
  • ગમે તે કારણોસર ટી.ડી.એસ.બી.ની માલિકીની હોય તેવી કોઈપણ ફાઈલ્સની, કાર્યક્રમોની અથવા અન્ય કોઈ માહિતીની નકલ લેવી, હસ્તાંતરણ કરવું અથવા ઉપયોગ કરવો સિવાય કે પરવાનો ધરાવવાથી આવા કૃત્યો આચરવા માટેની સત્તા હોય.
  • સુરક્ષા પગલાંઓનો ભંગ કરવા દ્વારા, અધિકૃતિ વિના જોયેલા રૅકૉર્ડ્સને હૅક કરવા દ્વારા અથવા અન્ય કોઈ પ્રકારની ખલેલ પહોંચાડવા દ્વારા ટી.ડી.એસ.બી.ના નેટવર્ક્સને વિધ્વંસ કરવાનો પ્રયાસ કરવો.
  • અન્ય કોઈની કલ્પનાઓ, લખાણો કે વિચારોને અપનાવીને પોતાની મૌલિક કલ્પનાઓ, લખાણો કે વિચારો હોય તેવી રીતે તરીકે રજૂ કરવાં. કૉપીરાઈટ કાનૂનો અંતર્ગત, તમામ માહિતી સર્જક(કો), લેખક(કો)ની મિલકત રહે છે અને એટલા માટે તેનાં ઉપયોગ માટે પરવાનગી જરૂરી છે. પરવાનગી વિના કૉપીરાઈટ મટીરિયલ્સનો ઉપયોગ કાનૂની કાર્યવાહીમાં પરિણમી શકે છે.

5) પરિણામો

વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીવર્ગ દ્વારા ઑનલાઈન જોવા માટેના માર્ગનો અનુચિત ઉપયોગ કરવાથી તેનું પરિણામ એવી શિસ્તહેતુક કાર્યવાહીમાં પરિણમી શકે છે કે જેમાં સંભવતઃ કાનૂની કાર્યવાહી અને/અથવા પોલિસની સંડોવણીનો સમાવેશ થઈ શકે છે. 

6) ઑનલાઈન પ્રકાશન

ઇન્ટરનેટ અથવા ઇન્ટ્રાનેટ પર પ્રગટ કરવામાં આવેલી માહિતી એવા લાખો (અગણિત) લોકો સુધી પહોંચી શકે છે કે જેને મૂળ પ્રકાશકો બહુધા ઓળખતા હોતા નથી. આ કારણોસર, એ મહત્ત્વપૂર્ણ છે કે ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડની સવલતો મારફતે જે-જે માહિતી પ્રગટ કરવામાં આવી હોય તેને નિયમનિત કરવામાં આવે.

  • ટી.ડી.એસ.બી.ની સવલતોનો ઉપયોગ કરતી માહિતીનું ઈલેક્ટ્રૉનિક પ્રગટીકરણ તમામ ટી.ડી.એસ.બી.ની નીતિઓ અને માર્ગદર્શિકાઓને વિષયાધિન છે.
  • ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ બોર્ડથી બહારની સાઈટ્સમાંથી લિન્ક્સ સાવચેતીપૂર્વક પસંદ કરાવવી જોઈએ તેમજ તે એવી સમાન ધોરણોની અંતર્નિહિત વિષયાર્થની ગુણવત્તાને વિષયાધિન છે કે જેવી રીતે ટી.ડી.એસ.બી.ની સાઈટ્સ છે.
  • કોઈપણ માહિતી સંગ્રહનાં પ્રકાશકનો સંપર્ક સાધવાનાં સાધનને (જેમ કે વેબસાઈટ) સંગ્રહનાં શરૂઆતનાં સ્ક્રીન પર સ્પષ્ટ રીતે ઓળખ અપાવવી જોઈએ.
  • ઑનલાઈન પ્રગટ કરવામાં આવેલી માહિતીને એવી પ્રવર્તમાન અને ભૂલરહિત રાખવી જોઈએ કે જેમાં વાચકને ગેરમાર્ગે દોરવા માટેનો કોઈ સચેત પ્રયાસ કરાયો ન હોવો જોઈએ.
  • વ્યક્તિગત સરનામા, ફોન નંબર્સ, વ્યક્તિગત અથવા જૂથ ચિત્રો અથવા સહીઓને ટી.ડી.એસ.બી.ની કાર્યરીતિઓ મુજબ અભિવ્યક્ત કરેલ સુમાહિતગારિત પરવાનગી વિના પ્રગટ ન કરી શકાય.
  • અમારા વિદ્યાર્થીઓની સલામતી માટે, શાળાઓ અથવા વિભાગોએ ભવિષ્યના ક્ષેત્રીય પ્રવાસોની નિર્દિષ્ટ તારીખો, સમય અને સ્થળો વિશેની માહિતી પ્રગટ કરવી ન જોઈએ.
  • ઉચિત શાળા અથવા વિભાગીય વહીવટકર્તા એ બાબતેની ખાતરી કરવા માટે જવાબદાર છે કે પ્રગટ કરવામાં આવેલ તમામ કાર્ય અસલ છે અથવા તો પ્રવર્તક પાસેનાં કૉપીરાઈટ મંજૂર કરાયેલ છે તેમજ કૉપીરાઈટની માલિકી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલ છે.
  • કોઈપણ ટી.ડી.એસ.બી. સંબંધી ઈલેક્ટ્રૉનિક પ્રકાશન પર વિજ્ઞાપનકાર્ય એ ઉચિત અવેક્ષકીય અધિકારીની મંજૂરીને વિષયાધિન છે.
  • ઇન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવતા તમામ વેબ પેજિઝ ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડની સત્તાવાર સેન્ટ્રલ સાઈટ સાથે લિન્ક કરાયેલાં હોવાં જોઈએ.
  • ટી.ડી.એસ.બી.ની કૉર્પોરેટ (નિગમિત સંસ્થા) સાઈટ પર હોસ્ટ કરવામાં આવેલ તમામ પેજિઝ અથવા જેની ટી.ડી.એસ.બી. દ્વારા ચૂકવણી કરવામાં આવી હોય તેને ટી.ડી.એસ.બી.ની મિલકત ગણાવવી જોઈએ.

7) આવશ્યક કર્તવ્ય

ટૉરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ કોઈપણ અભિપ્રેત ઉદ્દેશ માટે પોતાની ટી.ડી.એસ.બી. તંત્ર રચના વ્યવસ્થા પર પોસ્ટ કરવામાં આવેલ એવી કોઈપણ ફાઈલ અથવા પ્રોગ્રામ માટેની તેની ઑનલાઈન સેવાઓ અથવા સાધનસંપત્તિઓ, આ સેવાઓની સતત ચાલી રહેલી કામગીરી, ઉપયોગમાં લેવાયેલ સરંજામો અને સવલતો તેમજ તેની સંગ્રહ-શક્તિઓ, અથવા તેની સુગમતા, પ્રચલિતતા અને સલામતી સાથે સંબંધિત કોઈપણ પ્રકારની બાંયધરીઓ લેતું નથી, પછી ભલે તે વ્યક્ત કરેલ હોય કે ગર્ભિત હોય.

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL