Toronto District School Board
Toronto District School Board

Kindergarten Registration

કિન્ડરગાર્ટન માટેની નોંધણી

જૂનિઅર કિન્ડરગાર્ટન (વયમાં નાનાં હોય તે માટેનું કિન્ડરગાર્ટન)

જો આપનું બાળક ડિસેમ્બર 31, 2014, સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કરે, તો તે કે તેણી સપ્ટેમ્બર 2014માં જૂનિઅર કિન્ડરગાર્ટન શરૂ કરી શકે છે.

સીનિઅર કિન્ડરગાર્ટન

 જો આપનું બાળક ડિસેમ્બર 31, 2014, સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ કરે, તો તે કે તેણી સપ્ટેમ્બર 2014માં સીનિઅર કિન્ડરગાર્ટન શરૂ કરી શકે છે.

નોંધણી કેવી રીતે કરવી

તમામ ટી.ડી.એસ.બી. કિન્ડરગાર્ટનના પ્રોગ્રામ્સ માટેની નોંધણી ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. અમે તમને અને તમારા બાળકને આવકારવા માટે ઉમળકાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છીએ!

પગલું 1 — તમારી સ્થાનિક શાળા શોધો.

પગલું 2 — તમારી સ્થાનિક શાળાની મુલાકાત લો અને નીચે મુજબનાં દસ્તાવેજો લઈ આવોઃ

  • વયનો પુરાવો (જન્મ-પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો (બે વસ્તુઓની ઓળખ જે તમારું સરનામું દર્શાવતું હોય, જેમ કે, ફોન બિલ)
  • રોગ-પ્રતિરક્ષણનો પુરાવો (પત્રક એ સોયોની સૂચિને દર્શાવે છે કે જેને તમારા બાળકે પ્રાપ્ત કર્યું છે)
  • જો તમારું બાળક કૅનેડામાં જન્મ્યું ન હોય, તો આગમનની તારીખની ખરાઈ. કાયમી નિવાસીઓ હોય તેવા પરિવારો અને શરણાર્થીના દાવેદારો સીધા શાળાએ જ નોંધણી કરાવી શકે છે. પરદેશગમન દરજ્જા વિનાના બાળકોનું અમારી શાળાઓમાં સ્વાગત છે અને તેમનાં વિશે કે તેમનાં પરિવારો વિશેની માહિતીને પરદેશગમનના સત્તાવાળાઓ સાથે સહભાગી બનાવવામાં નહીં આવે. ટી.ડી.એસ.બી. શાળામાં પ્રવેશ પત્ર પ્રાપ્ત કરવા માટેની નોંધણી કરવા માટે, કૃપા કરીને 5050  યાંગ્ સ્ટ્રીટ, ટૉરોન્ટો સ્થિત ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સ ઍન્ડ ઍડમિશન્સ ઑફિસ (આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ્સ અને પ્રવેશ કચેરી)ની મુલાકાત લો.

કૃપા કરીને નોંધોઃ માત્ર મા-બાપ અથવા કાનૂની વાલીઓ જ ટી.ડી.એસ.બી.નાં પ્રોગ્રામ્સ માટે બાળકની નોંધણી કરાવી શકે છે.

અતિરિક્ત માહિતી

ટી.ડી.એસ.બી.ના કિન્ડરગાર્ટન કાર્યક્રમ વિશેની વધુ જાણકારી મેળવવા માટે કે જેમાં શાળાએ જવા માટે તમારા બાળકને તૈયાર કરવા માટેનાં ઘરેલુ ઉપાયોનો સમાવેશ થાય છે, અમારી કિન્ડરગાર્ટન લિન્ક્સ અને રિસોર્સિઝ પાનાંની મુલાકાત લો.

શું તમારા ઘરના સરનામાની બજવણી કરતી હોય તે સિવાયની કોઈ શાળામાં અરજી કરવા માટે તમે દિલચસ્પી ધરાવો છો? અમારી વૈકલ્પિક હાજરી વિશે વાંચો.

અમારા અર્લિ ફ્રેન્ચ ઈમર્સન (શરૂઆતથી જ ફ્રેન્ચ ભાષા શીખવા કાજે તલ્લીનતા દાખવવી) પ્રોગ્રામ્સ વિશે જાણો.

નિર્દિષ્ટ નોંધણીની તારીખો અને સમય માટે, કૃપા કરીને તમારી સ્થાનિક શાળાનો સંપર્ક કરો.

 

 

 

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL