Toronto District School Board
Toronto District School Board

Health and Physical Education Curriculum

સુધારેલ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અભ્યાસક્રમ

ફેબ્રુઆરી 2015માં શિક્ષણ મંત્રાલયે ઑન્ટારિયોમાં બધા શાળા નિગમોને સુધારેલ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અભ્યાસક્રમ જારી કર્યો હતો. નિગમો સપ્ટેમ્બર 2015માં શરૂ કરીને અભ્યાસક્રમનો અમલ કરવા જરૂરી છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે પ્રસ્તુત હોય તેવા હાલના મુદ્દાઓનું સમાધાન કરવા માટે અભ્યાસક્રમ સુધારવામાં આવ્યો છે અને તે સારી રીતે ઑન્ટારિયોની વિકસી રહેલી અને વૈવિધ્ય ધરાવતી વસ્તીને પ્રતિબિંબિત કરે છે. આ અપડેટ્સમાં તંદુરસ્ત સંબંધો, સંમતિ, માનસિક સ્વાસ્થ્ય અને ઑનલાઈન સલામતી વિશેની માહિતીનો સમાવેશ થાય છે.

TDSB દરેક વિદ્યાર્થીની સફળતા અને સલામતી માટે પ્રતિબદ્ધ છે. એ અગત્યનું છે કે આપણે શાળામાં જે શીખવીએ તે પ્રસ્તુત, પ્રાસંગિક અને ઉંમરયોગ્ય હોય જેથી આપણે વિદ્યાર્થીઓને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે સૂચિત નિર્ણયો લેવા માટે શ્રેષ્ઠ સંભવિત માહિતી પૂરી પાડી શકીએ. એ પણ અગત્યનું છે કે આપણે જે અભ્યાસક્રમ શીખવીએ તે આપણી વૈવિધ્યસભર વિદ્યાર્થી વસ્તીનો સમાવેશ કરે અને સમાનતા તથા સમાવેશ પ્રત્યે નિગમની લાંબા સમયની પ્રતિબદ્ધતાને દર્શાવતી હોય.

અભ્યાસક્રમ આપવા વિશે વધુ માહિતી માતાપિતા સાથે સપ્ટેમ્બર 2015 પહેલાં વહેંચવામાં આવશે.

દરમિયાન, માતાપિતાઓને મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ સંપૂર્ણ અભ્યાસક્રમ અને માતાપિતા સંસાધન વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જો તમને અભ્યાસક્રમની સામગ્રી વિશે વધુ પ્રશ્નો હોય તો કૃપા કરીને 416-325-6870 પર શિક્ષણ મંત્રાલયનો સંપર્ક કરો.

ચાવીરૂપ હકીકતો:

  • અભ્યાસક્રમ વિકસાવવાની ભૂમિકા શિક્ષણ મંત્રાલયની છે અને તેનો અમલ કરવો એ શાળા નિગમની ભૂમિકા છે. TDSB અભ્યાસક્રમની સામગ્રી પર કોઇ અંકુશ ધરાવતું નથી.
  • TDSB સ્ટાફ વ્યવસાયિક અને આદરપૂર્ણ રીતે નવો અભ્યાસક્રમ શીખવવા માટે પ્રતિબદ્ધ છે જે વિકાસકીય અને ઉંમર યોગ્ય પણ હોય.
  • સંપૂર્ણ અભ્યાસક્રમ, માતાપિતા માર્ગદર્શિકા અને ઝડપી હકીકતો અહીં ઍક્સેસ કરી શકાય છે શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ. વેબસાઈટ નીચેની ભાષાઓમાં અનૂદિત માતાપિતા માર્ગદર્શિકાઓની લિંક પણ ધરાવે છે: અરબી, સરળ ચાઈનીઝ, પરંપરાગત ચાઈનીઝ, ફારસી, પૉલિશ, પંજાબી, સોમાલી અને ઉર્દૂ.
© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL