Toronto District School Board
Toronto District School Board

Frequently Asked Questions

ટી.ડી.એસ.બી. સ્થિત

કિન્ડરગાર્ટન

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. કિન્ડરગાર્ટનમાં કોણ હાજરી આપી શકે?

ટૉરન્ટોમાં રહેતા પ્રત્યેક બાળકનું ટી.ડી.એસ.બી. શાળામાં હાજરી આપવા માટેસ્વાગત કરવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જુનિયર કિન્ડરગાર્ટનમાં હાજર રહેવા માટે, બાળક તે વર્ષની 31 ડિસેમ્બર સુધીમાં ચાર વર્ષનું હોવું જોઈએ. સપ્ટેમ્બરમાં સીનિઅર કિન્ડરગાર્ટનમાં હાજર રહેવા માટે, બાળક તે વર્ષની 31ડિસેમ્બર સુધીમાં પાંચ વર્ષનું હોવું જોઈએ.

2. કિન્ડરગાર્ટન માટે બાળકની નોંધણી કોણ કરાવી શકે?

કિન્ડરગાર્ટન માટે માત્ર મા-બાપ અથવા કાનૂની વાલી બાળક માટેની નોંધણી કરાવી શકે.

3. કિન્ડરગાર્ટન માટે હું મારા બાળકની નોંધણી ક્યારે કરાવી શકું?

કિન્ડરગાર્ટન માટેની નોંધણી ફેબ્રુઆરીમાં શરૂ થઈને સમગ્ર શાળાકીય વર્ષ દરમિયાન ચાલુ રહે છે. પ્રત્યેક શાળા વિશિષ્ટ નોંધણીનાં દિવસો પદનામિત કરે છે; કૃપા કરીને વિશિષ્ટ તારીખો અને સમયો માટે તમારી સ્થાનિક શાળાનો સંપર્ક કરો. કૃપા કરીને નોંધોઃ જે વર્ષમાં તમારું બાળક જુનિયર કિન્ડરગાર્ટનમાં હોય ત્યારે જાન્યુઆરીમાં ફ્રેન્ચ ઈમર્શન (નિમજ્જન) માટેની અરજીની પ્રક્રિયા યોજાય છે.

4. મારા બાળકે કઈ શાળામાં હાજરી આપવી જોઈએ?

એ જાણવા માટે કે તમારા બાળકે કઈ શાળામાં હાજરી આપવી જોઈએ, કૃપા કરીને 416.394.7526 પર કૉલ કરો અથવા tdsb.on.ca ની મુલાકાત લો અને પાનાંનાં ઉપરનાં ભાગે ફાઈન્ડ યૉર સ્કૂલ (તમારી શાળા શોધો) પર ક્લિક કરો.

5. મારી હોમ સ્કૂલે સરનામા વડે મને જે શાળા નિર્દિષ્ટ કરી હોય તેનાં કરતાં જો કોઈ અલગ શાળામાં હું મારા બાળકને હાજરી અપાવવા માગતો/માગતી હોઉં તો શું?

તમે tdsb.on.ca સ્થિત ઑપ્શનલ અટેન્ડન્સ પૉલિસી (વૈકલ્પિક હાજરી નીતિ)વડે બહારનાં વિસ્તારની શાળાઓમાં અરજી કરી શકો છો. કૃપા કરીને એ નોંધ લો કે જગ્યાની મર્યાદાઓને કારણે ઘણી શાળાઓમાં વૈકલ્પિક હાજરીઓ પૂરાતી નથી. શું શાળાઓ વૈકલ્પિક હાજરી માટેની અરજીઓ સ્વીકારે છે કે કેમ તે જાણવા માટે તમે પ્રથમ પસંદગીની શાળાનો સંપર્ક કરવાનું ઇચ્છતા હશો.

6. હું મારા બાળકની નોંધણી ફ્રેન્ચઈમર્શનમાં ક્યારે કરાવી શકું?

અર્લી ફ્રેન્ચઈમર્શન પ્રોગ્રૅમ (પ્રારંભિક ફ્રેન્ચ નિમજ્જન કાર્યક્રમ) સીનિઅર કિન્ડરગાર્ટનમાં શરૂ થાય છે.ફ્રેન્ચઈમર્શન(નિમજ્જન)ની તકો મિડલ ઈમર્શન પ્રોગ્રૅમ (મધ્યમ નિમજ્જન કાર્યક્રમ) વડે પણ ઉપલબ્ધ હોઈ શકે છે, કે જે ગ્રેડ 4માં શરૂ થાય છે. વધુ માહિતી માટે, કૃપા કરીને tdsb.on.ca > એલિમેન્ટરી સ્કૂલ (પ્રાથમિક શાળા) > સ્કૂલ ચૉઈસિઝ (શાળાકીય પસંદગીઓ) > ફ્રેન્ચ પ્રોગ્રૅમ્સ (ફ્રેન્ચ કાર્યક્રમો)ની મુલાકાત લો.

7. કિન્ડરગાર્ટનમાં મારા બાળકની નોંધણી કરાવવા માટે મારે કઈ-કઈ માહિતીને સાથે લાવવાની જરૂરત પડે?

કિન્ડરગાર્ટનમાં તમારા બાળકની નોંધણી કરાવવા માટે, કૃપા કરીને આની સાબિતીઆપોઃ

  • વય (જન્મનું પ્રમાણપત્ર અથવા બૅપ્ટિસ્મલ રેકૉર્ડ (બાપ્તિસ્મા વિક્રમ) અથવા પાસપોર્ટ)
  • સરનામું (ઓળખનાં બે નમૂનાઓ કે જે તમારું સરનામું દર્શાવતાં હોય, જેમ કે, તમારું ટેલિફોન બિલ, ડ્રાઈવર્સ લાઈસન્સ, વગેરે)
  • રોગ-પ્રતિરક્ષણો (એ પત્રક કે જે તમારા બાળકે પ્રાપ્ત કરેલ સોયોની સૂચિ દર્શાવતું હોય)

8. જો મારું બાળક કૅનેડાની બહાર જન્મ્યું હોય તો શું?

જો તમારા બાળકનો જન્મ કૅનેડાની બહાર થયો હોય, તો આગમનની તારીખની ચકાસણી જરૂરી છે.કાયમી નિવાસીઓ હોય તેવા પરિવારો અને શરણાર્થી તરીકેનો દાવા કરનારાઓ સીધા શાળા સ્થિત જ નોંધણી કરાવી શકે છે. અન્ય તમામ પરિવારોએ સ્કૂલ અડ્‌મિશન લેટર (શાળા પ્રવેશ પત્ર) માટે ઈન્ટરનૅશનલ પ્રોગ્રૅમ ઍન્ડ અડ્‌મિશન્સ ઑફિસ, 5050 યન્ગ સ્ટ્રીટ સ્થિત આવવું પડશે. અમારી શાળાઓમાં ઇમિગ્રેશન સ્ટૅટસ (દેશાગમન સ્થિતિ) વિનાનાં બાળકોનું સ્વાગત છે અને ટી.ડી.એસ.બી. નીતિ પી.061 એસ.સી.એચ. અનુસાર દેશાગમન સત્તાવાળાઓ સાથે માહિતીને સહભાગી બનાવવામાં નહીં આવે.

9. જો મારી પાસે ઉપરોક્ત તમામ દસ્તાવેજો ન હોય તો શું?

કૃપા કરીને વ્યક્તિગત રીતે, ફોન/ઈ-મેઇલ દ્વારા ઈન્ટરનૅશનલ પ્રોગ્રૅમ્સ ઍન્ડ અડ્‌મિશન્સ ઑફિસ (આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને પ્રવેશ કાર્યાલય)નો સંપર્ક કરો — 5050 યન્ગ સ્ટ્રીટ (પ્રથમ માળ), ટેલિફોનઃ 416.395.8120, ઈ-મેઈલઃ admissions@tdsb.on.ca.

10. જો મારું બાળક વિશિષ્ટ શિક્ષણ જરૂરિયાતો ધરાવતું હોય તો શું?

જો તમારું બાળકવિશિષ્ટ શિક્ષણ જરૂરિયાતો ધરાવતું હોય અને શાળામાં પ્રથમ વખત દાખલ થવા જઈ રહ્યું હોય, તો આચાર્ય અને ટી.ડી.એસ.બી.નાંવિશિષ્ટ શિક્ષણ વિભાગનાં પ્રતિનિધિ સાથેની મુલાકાત સુયોજિત કરવા માટે, કૃપા કરીને તમારી સ્થાનિક શાળાને કૉલ કરો. આ મુલાકાત ખાતે, જો કોઈ જરૂરિયાતો, સંબંધિત દસ્તાવેજો હશે તો તેનાં વિશે તમે સહભાગી બની શકશો અને તમારા બાળક માટે શાળામાં જે આધારો ઉપલબ્ધ હશે તેનાં વિશે ચર્ચા કરી શકશો. સાથે કામ કરવાથી, આપણે તમારા બાળક માટેનાં ટેકાઓ અને સ્ત્રોતોને નક્કી કરી શકશું કે જે તેને/તેણીને શાળા સ્થિત સફળ સંક્રમણ માટે જરૂર પડશે.

11. મારા બાળકની શાળાને અન્ય કઈ-કઈ માહિતીની જરૂર પડશે?

તમારા બાળક માટે શાળાને એક સુરક્ષિત અને આનંદપ્રદ વાતાવરણ બનાવવાની મદદ કરવા કાજે, તમારી શાળાએ આ જાણવું જરૂરી છેઃ

  • તમારા બાળકને જે નામે ઓળખવામાં આવતું હોય તે, જો તે સત્તાવાર દસ્તાવેજ કરતાં અલગ
  • હોય તો
  • કોઈ પણ ઍલર્જીઓ (વિશિષ્ટ વિકારવશતાઓ) અને/અથવા અન્ય તબીબી બાબતો (ચિંતાઓ)
  • તમારું બાળક જેની સાથે વસતું હોય તેમજ જે વ્યક્તિ તેને શાળાએથી ઘરે લઈ જવા માટે આવતું હોય તે મા-બાપ/વાલી(ઓ)નાં (ઘર, કાર્યાલય, સેલ)નાં વર્તમાન ફોન નંબરો
  • બાળ સંભાળ પ્રદાતાનું નામ અને ફોન નંબર
  • ઈમર્જન્સી (આકસ્મિક આવશ્યકતા સમયે) સંપર્ક નામ અને ફોન નંબર
  • શાળામાં હાજરી આપતા ભાઈઓ અને/અથવા બહેનોનાં નામો
  • ઘરે બોલવામાં આવતી ભાષા(ઓ)
  • કોઈપણ કાનૂની અથવા વ્યક્તિગત પરિસ્થિતિઓ કે જેની તમારા બાળક પર અસર થઈ શકે

એ મહત્ત્વપૂર્ણ છે કે આ માહિતી વર્તમાન (અત્યારની) રાખવામાં આવે. શાળાકીય વર્ષ દરમિયાન જો ઉપરોકત માહિતીમાં કોઈ ફેરફારો હોય, તો કૃપા કરીને શાળાને જણાવો.

શાળામાં નોંધણી કરાવવાની પ્રક્રિયાનાં ભાગરૂપે, તમને એક ડેવલપમેન્ટલ હિસ્ટ્રી ફૉર્મ (વિકાસાત્મક ઇતિહાસ પત્રક)ને પૂર્ણ કરવાનું કહેવામાં આવશે. આ પત્રકનો ઉપયોગ તમારા બાળકની અભિરુચિઓ અને વિકાસ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે થાય છે. તે તમારા શિક્ષકને એવો કાર્યક્રમ આયોજન કરવામાં મદદ કરશે કે જેનાં વડે તમારા બાળકની જરૂરિયાતો સંતોષાતી હોય.

12. બાળકો કિન્ડરગાર્ટનમાં શું-શું શીખે છે?

કિન્ડરગાર્ટનમાં, બાળકોએક એવા રમત-આધારિત વાતાવરણમાંપ્રતિભાવશીલ કેળવણીકારોની ટુકડી સાથે શીખે છે કે જેઓ એવા શીખવાનાં અનુભવોનું આયોજન કરે છે કે જે છ શીખવાનાં ક્ષેત્રોમાં પૂછપરછ અને ઉચ્ચ ક્રમમાં વિચારસરણીને પ્રોત્સાહિત કરે છેઃ ભાષા, ગણિત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, વ્યક્તિગત અને સામાજિક વિકાસ, સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિ, અને કલા.

બે-વર્ષીય કાર્યક્રમનાં સમયગાળા દરમિયાન, શીખવા પ્રત્યે તેમજ શાળા તરફ સકારાત્મક અભિગમ અપનાવવાની સાથોસાથ બાળકો આત્મ-નિયમન વિકસાવવે છે અને અક્ષરજ્ઞાન અને ગણના-સંબંધી કુશળતાઓનું નિર્માણ કરી શકે છે. નાટક, લેખન, ગણિત, ઓરડામાં પુસ્તક (વાંચન-લેખન) માટે ગોખલા જેવી જગ્યા, ચિત્રકામ અને દૃશ્ય કલાઓને સામેલ કરતા શીખવાનાં કેંદ્રોનું અન્વેષણ કરવા તેમજ રેતી, પાણી, અને નિર્માણ ઢીમચાંઓ જેવા સાધનો સાથે કામ કરવા માટે બાળકો પાસે સમગ્ર કિન્ડરગાર્ટનનાં દિવસ દરમિયાન તકો રહેલી છે.

સપ્ટેમ્બર 2014 સુધીમાં, પ્રત્યેક કિન્ડરગાર્ટનનો કાર્યક્રમ પૂર્ણ-દિવસીય શરૂમાં શીખવા માટેનાં કિન્ડરગાર્ટનનો કાર્યક્રમ, ડ્રાફ્ટ વર્ઝન (મુસદ્દા આવૃત્તિ) 2010-2011 (edu.gov.on.ca) આધારિત રહશે.

13. મારા બાળકનાં શિક્ષણમાં હું કેવી રીતે સામેલ થઈ શકું?

એવા ઘણા પ્રકારો છે કે જેમાં તમે તમારા બાળકનાં શિક્ષણમાં સક્રિય રીતે સહભાગ લઈને તમારા બાળકને શાળામાં સફળ બનાવવા માટેની મદદ કરી શકો છો.

  • પ્રતિ દિન તમારા બાળક સાથે શાળા બાબતે વાત કરીને.
  • તમારા બાળકને વાંચી સંભળાવીને.
  • વિશ્વાસ નિર્માણ કરવાની મદદ કરવા માટે તમારા બાળકનાં કાર્યનાં વખાણ કરીને.
  • સુધરવા માટે જરૂરી હોય તેવી તમારા બાળકે કરેલ મજબૂતાઇઓ અને વિસ્તારોની નોંધ કરીને (લઈને). આ માહિતીને શિક્ષક સાથે સહભાગી બનાવીને.
  • મા-બાપ-શિક્ષક ચર્ચાઓમાં હાજરી આપીને.
  • શાળાકીય પ્રવૃત્તિઓ અને શાળાકીય પરિષદમાં સંકળાયેલા રહીને.
  • સ્વયંસેવક બનવા દ્વારા વર્ગ કાર્યક્રમને ટેકો આપીને.

14. મને કેવી રીતે ખબર પડે કે મારું બાળક શાળામાં કેવુંક કરી રહ્યું છે?

સમગ્ર શાળાકીય વર્ષ દરમિયાનતમારા શિક્ષકતમારી સાથે, બન્ને ઔપચારિક રીતે અને અનૌપચારિક રીતે, ઘણી બધી રીતે વાત કરશે. મા-બાપ-શિક્ષકની રૂબરૂ મુલાકાતો અને અહેવાલ પત્રકો પર, તમારા શિક્ષક તમારા બાળકની પ્રગતિ અને સિદ્ધિ વિશે માહિતીને સહભાગી બનાવશે. તમે તમારા બાળકને શ્રેષ્ઠ રીતે જાણતા હોવાથી, તમને પણ અપડેટ્સ (સુધારાઓ) વિશે સહભાગી બનવા માટે તેમજ સમગ્ર શાળાકીય વર્ષ દરમિયાન તમારા શિક્ષક સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

15. કયા-કયા શાળા-પહેલાનાં અને શાળા-પછીનાં કાર્યક્રમો ઉપલબ્ધ છે?

પ્રત્યેક ફેબ્રુઆરીએ અમે માત્ર કિન્ડરગાર્ટનનાં વિદ્યાર્થીઓ માટે અનન્યપણે ફી-આધારિત પૂર્વે-અને પશ્ર્ચાત્- શાળાકીય કાર્યક્રમમાં અભિરુચિ માટે જુનિયર અને સીનિઅર કિન્ડરગાર્ટનનાં વિદ્યાર્થીઓનાં મા-બાપ/વાલીઓની મોજણી કરીએ છીએ. આ કાર્યક્રમો તૃતીય-પક્ષકાર બાળ સંભાળ પ્રદાતા દ્વારા શાળા સ્થિત ચલાવવામાં આવે છે. પ્રોગ્રામિંગ (કાર્યક્રમ નિર્માણ) લગભગ સવારનાં 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી અને બપોરનાં 3:30 થી સાંજનાં 6:00સુધી કરવામાં આવે છે — જો કે, આ કાર્યક્રમ માટેનાં ચોક્કસ સમયમાં પરિવર્તનનો અવકાશ છે.

તમારી સ્થાનિક શાળા સ્થિત તમે જ્યારે તમારા બાળકની કિન્ડરગાર્ટન માટે નોંધણી કરાવો ત્યારે એક મા-બાપ/વાલી તરીકે, તમે પૂર્વે- અને પશ્ર્ચાત્- શાળાકીય મોજણી પ્રાપ્ત કરશો. કૃપા કરીને તમારી પૂર્ણ કરાયેલ મોજણીને ફેબ્રુઆરીનાં અંત સુધીમાં શાળાને સુપરત કરવાનું યાદ રાખો. કાર્યક્રમ માટે તમારી શાળા પૂરતી અભિરુચિ ધરાવે છે કે કેમ તેની જાણ તમને એપ્રિલમાં કરવામાં આવશે.

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL