Toronto District School Board
Toronto District School Board

French Programs

ફ્રેન્ચ પ્રોગ્રામ્સ

કોઈપણ વિદ્યાર્થી માટે પોતાની માતૃભાષા સિવાયની અન્ય ભાષા શીખવી એ એક લાભપ્રદ બાબત હોવાની સાથોસાથ શૈક્ષણિક સફળતા મેળવવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ પણ છે. પોતાની માતૃભાષા સિવાયની અન્ય ભાષા ભણતરમાં એકંદર કૌશલોની વૃદ્ધિ કરે છે, કારકિર્દી માટેની તકો વિસ્તૃત કરે છે, સંસ્કૃતિઓ વચ્ચેની સમજશક્તિને પ્રોત્સાહિત કરે છે તેમજ વિશ્વમાં આંતરભાષીય નાગરિકોનું સર્જન કરે છે. ટી.ડી.એસ.બી. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફ્રેન્ચને એક સેકન્ડ લૅંગ્વેજ પ્રોગ્રામ્સ (માતૃભાષા સિવાયની અન્ય ભાષા શીખવાનાં કાર્યક્રમ અંતર્ગત) એક વિવિધતા તરીકે રજૂ કરે છે.

કોર ફ્રેન્ચ ગ્રેડ્સ 4-8 સુધીનાં તમામ વિદ્યાર્થીઓને પ્રતિ દિન 40 મિનિટ સુધી રજૂ કરાવાય છે તેમજ તે ગ્રેડ્સ 9-12 સુધીની માધ્યમિક શાળાઓમાં ચાલુ રખાય છે. વિદ્યાર્થીઓને તેમનાં માધ્યમિક શાળાના ડિપ્લોમા માટે ફ્રેન્ચને પોતાની માતૃભાષા સિવાયની અન્ય ભાષા તરીકે શીખવા માટે એક ક્રેડિટ મેળવવાની જરૂર રહે છે.

બે પ્રકારનાં સઘન ફ્રેન્ચ પ્રોગ્રામ્સ હોય છેઃ ફ્રેન્ચ ઈમર્સન (ફ્રેન્ચ ભાષામાં તલ્લીનતા) અને એક્સટેન્ડેડ ફ્રેન્ચ (ફ્રેન્ચ ભાષામાં વિસ્તૃતિ). બન્ને પ્રોગ્રામ્સને એવી રીતે યોજનાબદ્ધ કરવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓને ફ્રેન્ચ શીખવાની તક પૂરી પાડી શકાય, માત્ર એક ભાષાકીય પ્રોગ્રામ્સના રૂપમાં જ નહીં પરંતુ ફ્રેન્ચમાં શીખવવામાં આવતા અન્ય વિષયો દ્વારા શીખવીને પણ.

ફ્રેન્ચ પ્રોગ્રામ્સ માટેની શોધ

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL