Toronto District School Board
Toronto District School Board

Elementary School

પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળામાં તમારું બાળક એ અક્ષરજ્ઞાન અને અંકગણિતમાં સંખ્યાનો ઉપયોગ કરવા બાબતનાં કૌશલો વિકસાવી શકશે જેની તેને શાળા દરમિયાન સળંગ અને પછી પણ સફળતા પામવા માટે જરૂર પડશે. પ્રાથમિક શાળાનાં વર્ષો દરમિયાન જો મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં આ પાયાનું નિર્માણ વણ્યું હોય તો તેનાથી વિદ્યાર્થીઓ પોતાની સંપૂર્ણ સમર્થ પ્રચ્છન્નશક્તિ પ્રજ્વલિત કરી શકે અને (શું બનવું જોઈએ એ બાબતેની) તેમની ઉત્કટ અભિલાષાને ઢંઢોળી શકે.

એક બાજુ જ્યારે વર્ગખંડમાં ચાલી રહેલું ભણતર અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે, ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળા એ બાળકનાં જીવનમાં ચોક્કસપણે એક આનંદદાયક સમય બની રહે છે કારણ કે વર્ગખંડ સિવાય પણ તેને તમામ નવા અનુભવો ઉપલભ્ધ થતા રહે છે. પછી ભલે શાળાના સમય પછીથી ભાગ લેવાના કાર્યક્રમો હોય કે પછી ખેલકૂદમાં સહભાગી બનવાની બાબત હોય, વિદ્યાર્થીઓ માટે શાળાકીય જીવનમાં સામેલ થઈને અનુભવનો અધિકતમ લાભ ઉઠાવવા માટેના અગણિત માર્ગો છે.

આ વર્ષો દરમિયાન મા-બાપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે અને અમે એ બાબતેની ખાતરી કરવા માગીએ છીએ એ બાબત સુનિશ્ચિત કરવા, કે તમારું બાળક સફળતા પામે તે માટે તમારી પાસે જરૂરી એવી તમામ માહિતી ઉપલબ્ધ છે. તમે સંભવતઃ ધરાવતા હો તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે અને તમને સહાય કરવા માટે તમારી સ્થાનિક શાળાનો કર્મચારી-વર્ગ અહીં હંમેશાં ઉપસ્થિત છે. શું તમે એ જાણવા ઈચ્છો છો કે તમે કેવી રીતે સામેલ થઈ શકો છો? પ્રક્રિયા દરમિયાન તમને માર્ગદર્શિત કરવા માટે અમે સાધનોની હારમાળા વિકસાવી છે.

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL