Toronto District School Board
Toronto District School Board

Caring and Safe Schools

કાળજી લેનાર અને સલામત શાળાઓ

TDSB કાળજી લેનાર, સલામત, શાંતિદાયક, પોષક, સકારાત્મક, આદરપાત્ર હોય અને જેનાથી બધા વિદ્યાર્થીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે તેવું શાળાકીય કેળવણીનું વાતાવરણ સર્જવા માટે પ્રતિબદ્ધ છે.

જ્યારે શાળા સકારાત્મક વાતાવરણ ધરાવતી હોય ત્યારે શાળા સમુદાયના બધા સભ્યો સલામતી, સમાવેશિતા, સ્વીકૃતિ અનુભવે છે અને એકબીજા સાથે સકારાત્મક વર્તન અને આદાનપ્રદાનને સક્રિયપણે વેગ આપે છે. વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફ અને માતાપિતાઓ તરફથી તેમના શાળાકીય વાતાવરણ વિશે સીધો મત સાંભળવા માટે દર બીજે વર્ષે અમારું બૉર્ડ અમારી શાળાઓમાં શાળાના વાતાવરણનું સર્વેક્ષણ કરે છે. સર્વેક્ષણના પરિણામોથી અમે ધાકધમકી અટકાવવા અને સલામત તથા સમાવેશક શાળાઓને વેગ આપવામાં મદદ કરતાં કાર્યક્રમો વિશે સૂચિત આયોજન નિર્ણયો લઈ શકીએ છીએ.

શાળાના સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે અમારી પાસે ઘણાં અટકાવ કાર્યક્રમો અને કાળજી લેતી અને સલામત શાળાઓની પહેલ છે. વધુ જાણવા માટે કૃપા કરીને અમે જે અટકાવ કાર્યક્રમો આપીએ છીએ તેના વિશે વાંચો.

બધા વિદ્યાર્થીઓ બૉર્ડની આચારસંહિતાથી માર્ગદર્શિત હોય છે અને તેઓ માનવ અધિકારો અને સામાજીક ન્યાય માટે આદર દાખવે તેવી તેમની પાસેથી અપેક્ષા હોય છે.

વધુ શીખો

શાળા સલામતી અને પ્રવૃત્ત સમુદાય અહેવાલ વાંચો જેમાં TDSB કેવી રીતે પ્રતિસાદ આપનાર બની શકે અને બધા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે મહત્ત્વના બનાવો પહેલાં અને પછી એમ બંને માટે પ્રસ્તુત કઈ રીતે બની શકે છે તે અંગેની કેટલીક ભલામણો કરવામાં આવી છે. સ્ટાફ 2015ની ફૉલ સીઝનમાં આ ભલામણોનો પ્રતિસાદ આપશે.

દર વર્ષે સપ્ટેમ્બરમાં બીજા અને ત્રીજા અઠવાડિયા TDSB ખાતે કાળજી આપનાર અને સલામત શાળાના સપ્તાહ હોય છે. આ સમય દરમિયાન શાળાઓ એવી પહેલની રૂપરેખા આપે છ એજે શાળાના સકારાત્મક વાતાવરણને ઉત્તેજન આપે છે અને આપણી શાળાઓમાં સંવાદિતા અને આદરને ઉત્તેજન આપતી અદભુત ભાગીદારીઓ અને કાર્યક્રમોની ઉજવણી કરે છે.

આપણી શાળાઓમાં સકારાત્મક તંદુરસ્ત સંબંધોને ઉત્તેજન આપવા માટે આપણે કેવી રીતે સાથે કામ કરીએ છીએ તે અંગે વધુ માહિતી માટે જાતિ-આધારિત હિંસા અટકાવ અથવા યથાર્થ અને સમાવેશક શાળાઓની મુલાકાત લો.

કાળજી લેનાર અને સલામત શાળા સમિતિમાં સામેલ કેવી રીતે થવું તે જાણવા માંગો છો?કૃપા કરીને તમારા આચાર્ય સાથે વાત કરો.

TDSB ખાતે કાળજી લેનાર અને સલામત શાળાઓના નિર્માણ સાથે સંબંધિત હોય તેવી નીતિઓ અને વિધિઓ વાંચો. અથવા અમારા કાર્યક્રમો કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તે શોધવા માટે કાળજી લેનાર અને સલામત શાળાઓ વિશેનો અમારો વાર્ષિક અહેવાલ વાંચો.

અમારી સસ્પેન્શન અને હકાલપટ્ટીની વિધિઓ વિશે તમે માહિતી શોધી રહ્યા છો? કૃપા કરીને અમારી નીતિઓ અને વિધિઓના વિભાગની મુલાકાત લો.

ચિંતા કે પ્રશ્નો છે? કૃપા કરીને અમારો માતાપિતા ચિંતા પ્રોટોકૉલ જુઓ, તમારા આચાર્ય સાથે વાત કરો અથવા માર્ગદર્શન કાઉન્સિલર સાથે વાત કરો અથવા અમારી કાળજી લેનાર અને સલામત શાળાઓની ટીમના સભ્યનો સંપર્ક કરો.

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL