Toronto District School Board

ધ ટૉરૉન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડમાં સ્વાગત છે

ધ ટૉરૉન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (TDSB) એક વિવિધતાવાળી સ્કૂલ સિસ્ટમ છે. અમારી સ્કૂલમાં અમે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો નવા વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ. વેબસાઈટના આ વિભાગમાં TDSB વિશે ચાવીરૂપ માહિતી સામેલ છે, જેમ કે અમારી સ્કૂલ્સ કેવી રીતે શોધવી, નવાં વિદ્યાર્થીઓને કેવી રીતે રજિસ્ટર કરવા અને વારંવાર પૂછાતા પ્રશ્નો. આ માહિતી 22 ભાષાઓમાં અનુવાદિત કરેલ છે.  

જો TDSBની વેબસાઈટ પર માત્ર અંગ્રેજીમાં જ માહિતી હોય અને તમે તે જાણવા ઈચ્છતા હો, તો તે તમે તમારી સ્કૂલની ઑફિસમાં લઈ જઈ શકો છો જ્યાં તમને અમારો સ્ટાફ દુભાષિયા કે અનુવાદની વ્યવસ્થા કરાવી આપશે.

જો તમે ટૉરૉન્ટોમાં નવાં હો અને તમને વધારાની મદદની જરૂર હોય, તો તમે TDSBના ત્રણમાંના એક એવા ન્યૂકમર રિસેપ્શન સેન્ટર્સની મુલાકાત લઈ શકો છો. ન્યૂકમર રિસેપ્શન સેન્ટર્સ નવા આવનારા પુખ્ત વયનાઓ, યુવાવર્ગ, મોટી ઉંમરનાઓ અને ખોડખાંપણવાળી વ્યક્તિઓ  માટે નિઃશુલ્ક સેટલમેન્ટ સેવાઓ પૂરી પાડશે.

ન્યૂકમર રિસેપ્શન સેન્ટર્સ પરનો સ્ટાફ સિટિઝનશિપ ક્લાસિસ, હાઉઝિંગ, ભાષા, એજ્યુકેશન સિસ્ટમને બરાબર સમજવામાં, કારકિર્દી અને આજીવિકા મેળવવાની રીતો, નોકરી માટેની શોધ, મેન્ટરશિપ, કાયદાકીય મદદ વિશેની માહિતી, પૈસા–અર્થવ્યવસ્થા તથા અંદાજપત્ર તૈયાર કરવું, મકાનમાલિક અને ભાડુઆતનાં હક્કો, કામદારના હક્કો, કુશળતા વધુ સારી કરવા માટેની વર્કશૉપ્સ, તથા અનુવાદ અને દુભાષિયાની મદદ કરી શકે છે.

અમે અહીં મદદ કરવા માટે છીએ! TDSB અને ટૉરૉન્ટોમાં નવા આવનારાઓ માટે સપોર્ટ્‌સ અને સર્વિસિઝ વિશે વધુ જાણકારી મેળવો.

આ વેબસાઈટ અમે નવી માહિતી સાથે સમયાંતરે અપડેઈટ કરતા રહીશું, એટલે કૃપા કરીને ફરી અમારી મુલાકાત લેશો.  

© 2014 Toronto District School Board  |  Terms of Use  |  CASL